Farmers Protest: સરકાર સાથે વાતચીત પહેલા ખેડૂતો આજે કરશે શક્તિ પ્રદર્શન
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો આજે ટ્રેક્ટર માર્ચ કાઢવાના છે. ખેડૂતો તેને 26 જાન્યુઆરીએ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ખેડૂતોએ ચેતવણી આપી છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો આજે ટ્રેક્ટર માર્ચ કાઢવાના છે. ખેડૂતો તેને 26 જાન્યુઆરીએ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ખેડૂતોએ ચેતવણી આપી છે.
WHO Alert: ભારત સહિત 41 દેશમાં પહોંચી ગયો છે કોરોનાનો નવો સ્ટ્રેન, જાણો Latest update
દિલ્હીમાં પ્રવેશ નહીં કરે ટ્રેક્ટર માર્ચ
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કિસાન રેલી અંગે જાણકારી આપી અને કહ્યું કે ટ્રેક્ટર રેલીનો એક જથ્થો ડાસનાથી અલીગઢવાળા રૂટ પર જશે જ્યારે બીજો જથ્થો નોઈડાથી પલવલ રૂટ પર જશે. અમે પ્રશાસનને અમારા રૂટ અંગે જણાવી દીધુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં પ્રવેશ કરશે નહીં અને ડાસના તથા પલવલ સુધી યાત્રા કર્યા બાદ સંબંધિત સીમાઓ પર પૂરી થઈ જશે.
11 વાગે નીકળશે ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા
જમુરી કિસાન સભાના મહાસચિવ કુલવંત સિંહ સંધૂએ કહ્યું કે સિંઘુ અને ટિકરી બોર્ડરથી કુંડલી-માનેસર-પલવલ (KMP) કે વેસ્ટર્ન એક્સપ્રેસ વે સુધી સેંકડો ટ્રેક્ટર માર્ચ કરશે. તેમણે કહ્યું કે બંને સીમાથી સેંકડો ટ્રેક્ટર લગભગ 11 વાગે નીકળશે અને કેએમપી એક્સપ્રેસવે તરફ આગળ વધશે અને ત્યાંથી પોતાના શિબિરોમાં પાછા ફરશે. આ બાજુ ભારતીય કિસાન યુનિયન-ભાનુ(BKU Bhanu) સાથે જોડાયેલા ખેડૂત મહામાયા ફ્લાયઓવરથી ચિલ્લા બોર્ડર (દિલ્હી-નોઈડા લિંક રોડ) સુધી ટ્રેક્ટર માર્ચ કરશે.
ગેંગરેપનો Shocking કિસ્સો, હેવાનિયતની તમામ હદો પાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટે બધાના હોશ ઉડાવી દીધા
બહારના વિસ્તારોમાં રહેશે ટ્રાફિક સમસ્યા
સંયુક્ત પોલીસ કમિશનર (વેસ્ટર્ન રેન્જ) શાલીની સિંહે કહ્યું કે ટ્રેક્ટર માર્ચની દિલ્હીમાં પ્રવેશ કરવાની કોઈ નિર્ધારિત યોજના નથી. આથી પોલીસની વ્યવસ્થા પહેલાની જેમ રહેશે. પરંતુ બહારના વિસ્તારોમાં વાહનોની અવરજવર પ્રભાવિત થાય તેવી સંભાવના છે.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન
નોઈડા પોલીસે કહ્યું કે ટ્રેક્ટર માર્ચને જોતા કુંડલી-ગાઝિયાબાદ-પલવલ કે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન કરવામાં આવશે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બીલ અકબરપુર અને સિરસા કટથી પલવલ તરફ જનારી ગાડીઓને બપોરે 12 વાગ્યાથી બપોર બાદ 3 વાગ્યા સુધી ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર જવાની મંજૂરી હશે નહીં. આ ઉપરાંત સિરસા કટ અને બીલ અકબરપુરથી સોનીપત તરફ જનારી ગાડીઓ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એક્સપ્રેસ વે પર જઈ શકશે નહીં.
8 જાન્યુઆરીએ થવાની છે 8માં રાઉન્ડની વાતચીત
કૃષિ કાયદાઓ સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સોમવારે થયેલી સાતમા રાઉન્ડની વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. કિસાન સંગઠન બેઠકમાં કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવાની માગણી પર અડી રહ્યાં જ્યારે સરકાર કાયદાની ખામીઓવાળા પોઈન્ટ પર ચર્ચા કરવા માંગતી હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી રાઉન્ડની બેઠક હવે 8 જાન્યુઆરીએ થશે.
છઠ્ઠા રાઉન્ડની વાતચીતમાં આ મુદ્દાઓ પર થઈ હતી વાતચીત
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 30 ડિસેમ્બરે થયેલી છઠ્ઠા રાઉન્ડની વાતચીતમાં વીજળી દરોમાં વધારો અને પરાલી બાળવા પર દંડને લઈને ખેડૂતોની જે ચિંતા હતી તેના ઉકેલ પર કેટલીક સહમતિ બની પરંતુ બે મોટા મુદ્દાઓ પર ગતિરોધ યથાવત રહ્યો. ખેડૂતોની માંગણી છે કે એમએસપી પર કાનૂની ગેરંટી લાવવામાં આવે અને ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં 11 જાન્યુઆરીએ સુનાવણી
સુપ્રીમ કોર્ટે બુધવારે કૃષિ કાયદા રદ કરવા અને ખેડૂતોના પ્રદર્શનો વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી 11 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની પેન્ચે કહ્યું કે અમે ખેડૂતોની સ્થિતિ સમજી રહ્યા છીએ. આ સાથે જ કોર્ટે સરકારને કહ્યું કે સ્થિતિમાં કોઈ સુધાર નથી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube